મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર પાસે નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ


SHARE





ટંકારાના જીવાપર પાસે નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ

ટંકારા તાલુકાના જીવાપર ગામની સરવાણીઓ નદીમાં અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ તણાઈને આવ્યો હતો જેથી કરીને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામની સરવાણીઓ નદીમાં બાબુ બીજલભાઇ ફાંગલીયાની વાડી પાસે નદીમાં કોઈ અજાણ્યા ૩૫ વર્ષના પુરુષનો મૃતદેહ તરતો હોવા અંગેની માહિતી જીવાપર ગામના સરપંચ દ્વારા પોલીસને આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળેલ છે કે, મૃતક યુવાને શરીરે ગુલાબી કલરનો શર્ટ પહેરેલ છે અને ડાબા હાથે અંગ્રેજીમાં જે ત્રોફવેલ છે હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ ચાલી રહી છે

દેશી દારૂ

મોરબી નજીકના લીલાપર ગામે મચ્છુ ડેમ નજીક પાણીના સંપ પાસે વોકળાના કાંઠે એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો, ગેસનો બાટલો, ગેસનું બર્નર અન્ય મુદ્દા માલ મળીને સ્થળ ઉપરથી ૨૫૦૦ નો માલ કબજે કરવામાં આવ્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા જાતે કોળી રહે. લીલાપર વાળાની હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News