મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર ખુંટીયાએ બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં


SHARE











મોરબીના નવલખી રોડ ઉપર ખુંટીયાએ બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરના નાલા પાસેથી બાઈક લઈને જઈ રહેલા આધેડના બાઇકને ખુંટીયાએ હડફેટે લીધું હતું જેથી ઇજા પામેલા આધેડને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગના સામેના ભાગે વીસીપરા વિસ્તારમાં રહેતા ભુપતભાઈ દેવાભાઈ સોલંકી નામના ૬૯ વર્ષના આધેડ બાઈક લઈને મોરબીના નવલખી રોડ ઉપરથી જતા હતા ત્યારે ત્યાં કુબેરનગરના નાલા પાસે તેમના બાઇકને ખૂટીંયાએ હડફેટે લીધું હતું જેથી તેઓ બાઇક સહિત નીચે પટકાયા હતા અને ભુપતભાઇને ઈજાઓ પહોંચતા તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે મોરબી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય માર્ગો ઉપર રજડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.વરસાદના લીધે ગારા ખીચડનું શહેરમાં સામ્રાજ્ય હોય સોસાયટી વિસ્તારમાંથી ઢોર મુખ્ય માર્ગો ઉપર આવી જતા હોવાના લીધે મોરબીના શક્તિચોક પાસેમોરબીના વન વે રોડ ઉપર ગોલા બજાર પાસેવાવડી રોડ ઉપરશનાળા રોડ અને રવાપર રોડ તેમજ શાક માર્કેટ આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર સતત ઢોર રજડતા જોવા મળે છે અને જેના લીધે વાહન ચાલકો ઉપર સતત અકસ્માતનો ભય રહેતો હોય પાલિકા દ્વારા આ બાબતે પગલા લેવામાં આવે તે પણ જરૂરી છે.

ગુમ થયેલ યુવાન મળી આવ્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેથી તેના ભાઈએ પોલીસને જાણ કરી હતી અને બાદમાં યુવાન મળી આવ્યો હતો.આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને મૂળ જોડીયાના માધાપર ગામનો રહેવાસી અશ્વિન ઉર્ફે જગો લાલજીભાઇ વઘોરા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૨૮-૬ ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યો ગયો હતો જેથી લાલજીભાઈ શામજીભાઈ વઘોરા (૪૦) દ્વારા આ અંગે પોલીસમાં જાણ કરાતા નોંધ દાખલ થઈ હતી અને બાદમાં યુવાન પોતાની મેળે ઘરે આવી ગયો હતો અને તેણે પોલીસને આપેલા નિવેદનમાં તેને જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો જે બાબતનું લાગી આવતા તે ચાલ્યો ગયો હતો






Latest News