મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી સગીરા ગુમ, અપહરણનો ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી સગીરા ગુમ, અપહરણનો ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન ફોર હોમ) ખાતે રહેતી સગીરા કોઈ કારણોસર વિકાસ વિદ્યાલય ખાતેથી ગુમ થઈ ગઈ હોય અને શોધખોળ કરવા છતાં તેણીની ભાળ ન મળતા અંતે વિકાસ વિદ્યાલયના સુપ્રીન્ટેન્ડન્ડ દ્વારા પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો નોંધીને ગુમ થયેલ સગીરાની ભાળ મેળવવા આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ શોભેશ્વર રોડ ઉપરના વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન ફોર હોમ) ખાતેથી ગત તા.૩-૭ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં ૧૫ વર્ષીય સગીરા ત્યાંથી ગુમ થઈ ગઈ હતી અને તેણીની શોધખોળ કરવા છતાં ગુમ થયેલ સગીરની ભાળ મળી ન હોય હાલમાં વિકાસ વિદ્યાલયના સુપ્રીન્ટેન્ડન્ટ નિરાલીબેન જાવિયા દ્વારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી બી ડિવિઝન પીઆઈ પી.એ.દેકાવાડીયા દ્વારા અજાણ્યા શખ્સની સામે આઇપીસી કલમ ૩૬૩ (અપહરણ) મુજબ ગુનો નોંધ્યો છે અને હાલમાં ગુમ થયેલી પંદર વર્ષીય સગીરાને શોધવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

સિપાઈવાસમાં સામસામી મારામારી

મોરબીના જેલ ચોક પાછળના ભાગે આવેલ સિપાઇવાસ વિસ્તારમાં ઘર પાસે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અવેશ ગુલામહુસેન ખોખર (૩૫) અને મહંમદ અમીન ખુરેશી (૧૮) રહે.બંને સિપાઈવાસને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલ ફુલતરીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એસર ગ્રેનાઇટો નજીક રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રકાશ બીડાઉભાઈ યાદવ નામના ૩૩ વર્ષના યુવાનને યુનિટમાં કામ દરમિયાન ઝેરી સાપ કરડી ગયો હતો જેથી તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

જુગારના ગુનામાં ધરપકડ

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા અગાઉ નોંધાયેલ જુગારના ગુનામાં હાલમાં ગિરીશ છબીલભાઇ કોટેચા જાતે લોહાણા (૫૯) રહે. અંકુર સોસાયટી જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી.






Latest News