​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE









મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ તાલાલાના ગલીયાવડગીરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સીમાં શુભ પેલેસના બ્લોક નંબર ૨૦૩ માં રહેતા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ હિંગળાજિયા જાતે પટેલ (૩૯)એ ટ્રક નંબર જીજે ૩ ડીડબલ્યુ ૮૭૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા મનસુખભાઈ હિંગળાજિયા (૬૫) પોતાનું બાઈક નંબર જીજે ૧૧ એએ ૪૪૦૩ લઈને માળિયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને છાતી, માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરા ધર્મેન્દ્રભાઈ હિંગળાજિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી નરેન્દ્ર ઉર્ફે મોહી મનીષભાઈ વરાણીયા જાતે કોળી (૨૧) રહે, ત્રાજપર મોરબી વાળાની ધરપકડ કરલે છે




Latest News