મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે વિજ પોલમાંથી શોક લાગતાં મહિલા સારવારમાં: અકસ્માતની રાહ જોતું તંત્ર


SHARE







મોરબીમાં ઉમિયા સર્કલ પાસે વિજ પોલમાંથી શોક લાગતાં મહિલા સારવારમાં: અકસ્માતની રાહ જોતું તંત્ર

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે કેનાલની બાજુમાં સોસાયટીના રોડ વચ્ચેથી ૧૧૧ કેવીની હેવી લાઇન પસાર થયા છે તેને હટાવવા માટે રજૂઆતો કરી છે પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી તેવામાં બુધવારે એક મહિલાને વિજ શોક લાગ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને બીજા કોઈ માટે આ લાઇન જીવલેણ બને તે પહેલા હટાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ ફુલતરિયા સહિતના સ્થાનિક લોકોએ વિજતંત્રને લેખિત રજુઆત કરીને શેરીમાંથી નીકળતી ૧૧ કેવીની હેવી વિજ લાઈન હટાવવા માટેની માંગ કરેલ છે જો કે, કામ કરવામાં આવ્યું નથી તે હક્કિત છે તેવામાં ત્યાં રહેતા સંગીતાબેન રોહિતભાઈ પટેલ (૨૮) નામની મહિલાને શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીન શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ લાઇન ગમે ત્યારે ગમે તેની માટે જીવલેણ બની શકે તેમ છે જેથી કરીને આ લાઈનને સોસાયટીની વચ્ચેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News