મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બોર્ડની રીપીટ પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી જીલ્લામાં બોર્ડની રીપીટ પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ

આગામી તા.૧૦/૭ થી તા.૧૪/૦૭ દરમિયાન મોરબીમાં ધો. ૧૦ અને ૧૨ની રીપીટર ઉમેદવારોની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જે ૧૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં અથવા કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News