મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાં ઘુસીને વેપારીને મારી નાખવાની ધમકી અપનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં દુકાનમાં ઘુસીને વેપારીને મારી નાખવાની ધમકી અપનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાનમાંથી બે વર્ષ પહેલાં ચંપલ લઈ ગયા બાદ તેના પૈસા આપ્યા ન હતા અને ફરી પાછા તે શખ્સે દુકાને આવીને તું મારી પાસે પૈસા માગે છે તેવું કહીને જપાજપી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સંદર્ભનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ધારાસભ્ય દ્વારા તાત્કાલિક આ બનાવમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને જેના ભાગરૂપે મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને એક શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યદુનંદન કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ શૂઝ નામની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણી જાતે પટેલ (૩૦) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોઇનભાઈ ઇસ્માઈલભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેની દુકાને બે વર્ષ પહેલાં ચપ્પલ લઈ ગયો હતો જેના રૂપિયા જે તે સમયે આપેલ ન હતા અને ફરી વખત આરોપીએ ફરિયાદી યુવાનની દુકાને આવીને તું કેમ મારી પાસે પૈસા માંગશ તેમ કહીને તેની સાથે જપાજપી કરી હતી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના દુકાનમાં મૂકવામાં આવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ આ બાબતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારીની દુકાનમાં જઇને તેની સાથે ઝપાઝપી કરીને ઝઘડો કરનારા શખ્સોની જાહેરમાં સરભરા કરવામાં આવે તે પ્રકારની એસપી સહિતના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી દરમિયાન ભોગ બનેલા વેપારીની હાલમાં ફરિયાદ લેવામાં આવી છે અને આરોપી મોઇનભાઈ ઈસ્માઈલભાઈ ચાનિયાને પકડવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News