મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી: પરણીતાને કરિયાવર ઓછો લાવી છો કહીને ત્રાસ આપતા રાજકોટમાં રહેતા પતિ સહિતના પાંચ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી


SHARE







મોરબી: પરણીતાને કરિયાવર ઓછો લાવી છો કહીને ત્રાસ આપતા રાજકોટમાં રહેતા પતિ સહિતના પાંચ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી પાસે રહેતી પરણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર અને મામાજી ની સામે કરિયાવર ઓછો લાવવા બાબતે મેણા ટોણા મારીને ખોટી ચડામણી કરતા હોવાની અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજકોટમાં આવેલ પ્રિયદર્શન સોસાયટી શેરી નં-૬ માં રહેતા અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી પાસે ગાયત્રી સોસાયટી શેરી નં-૪ માં રહેતા ભૂમિકાબેન જતીનભાઈ ધામેચા જાતે દરજી (૨૬) એ તેના પતિ જતીનભાઈ દીપકભાઈ ધામેચા, સસરા દીપકભાઈ અમરશીભાઈ ધામેચા, સાસુ દક્ષાબેન દીપકભાઈ ધામેચા, બીયર પ્રેમલભાઈ દીપકભાઈ ધામેચા અને મામાજી ભાવેશભાઈ જતીનભાઈ પરમાર સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓ દ્વારા અવારનવાર ઘરકામ બાબતે તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહી મેણઆ ટોણા મારીને અને ખોટી ચડામણી કરીને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી કરીને મહિલા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે તેના આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા

મોરબીમાં ગાંધીચોક પાસે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને ભરતભાઈ હકાભાઇ વિજવાડીયા જાતે કોળી ૨૮ રહે વીસીપરા મોરબી તથા હુકીયા બલજીતભાઈ ડામોર જાતે આદિવાસી ૩૨ રહે હાલ ભૂમિ ટાવર પાસે ઝૂંપડામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News