મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઓફિસમાંથી રોકડ સહિત ૩.૨૨ લાખની ચોરી


SHARE







મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઓફિસમાંથી રોકડ સહિત ૩.૨૨ લાખની ચોરી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મયુર ડેરીની ઓફિસને તસ્કરે નિશાન બનાવી છે અને કબાટમાં રાખેલા રોકડા રૂપિયા તથા ચાંદીના ૧૧ સિક્કા આમ કુલ મળીને ૩.૨૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મયુર ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રેસીડેન્સીમાં આવેલ ગંગા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૧ માં રહેતા મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મયુર ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તેજસભાઈ ભુપેન્દ્રભાઈ સોની જાતે સોની (૩૩)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૩૦/૬ ના સવારના પોણા પાંચ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મયુર ડેરીની ઓફિસને નિશાન બનાવવામાં આવેલ છે અને ત્યાં રાખવામાં આવેલ કબાટનો લોક તોડીને તેમાં રાખેલા રોકડા ૨,૯૫,૨૬૩ તથા ચાંદીના ૧૧ સિક્કા જેની કિંમત ૨૭૫૦૦ આમ કુલ મળીને ૩,૨૨,૭૬૩ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મયુર ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News