મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં મેનેજર સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં મેનેજર સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં આવેલ હોટલ રેસ્ટોરન્ટમાં આવતા પ્રવાસીઓની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ઘણા સંચાલકો અને મેનેજરો દ્વારા તેમાં નોંધ કરવામાં આવતી નથી જેથી આવા બેદરકાર હોટલના સંચાલકો અને કર્મચારીઓ સામે ગુના નોંધવામાં આવતા હોય છે આવી જ રીતે મોરબી શહેરમાં આવેલ મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં આવેલ પ્રવાસીની એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવી ન હતી જેથી કરીને મેનેજર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરમાં આવેલ મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પથિક સોફ્ટવેરમાં યાત્રિકોની એન્ટ્રી કરવા માટેનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેનો ભંગ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને મંગલ ભુવન રેસ્ટ હાઉસના મેનેજર હિતેશભાઈ મણીલાલ જોશી જાતે બ્રાહ્મણ (૫૫) રહે. મંગલ ભુવન રેસ્ટ હાઉસ મોરબી વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News