વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોદીના જન્મદિને મોરબીનો આરોગ્ય વિભાગ મૃત વ્યક્તિને સ્વર્ગમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપી આવ્યો !?


SHARE







મોદીના જન્મદિને મોરબીનો આરોગ્ય વિભાગ મૃત વ્યક્તિને સ્વર્ગમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપી આવ્યો !?

કોરોના મહામારીમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા સરકાર દ્વારા કોરોના વેક્સિન મૂકવા માટે ખાસ સાભિયાન ચલાવવામાં આવે છે જો કે, આ અભિયાન મોરબીથી સ્વર્ગ સુધી ચાલી રહયું છે કે સ હું તે સવાલ ઊભો થયો છે કેમ કે, કોરોનાના બીજા વેવમાં જે વ્યક્તિનું અવસાન થઈ ગયું છે તેને પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપીને મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં મૃતક વ્યક્તિના દીકરાને વેક્સિન મૂકવામાં આવી હોવાનો એસએમએસ મોકલાવવામાં આવ્યો છે જેથી મૃતક વ્યક્તિનો દીકરો પણ વિચારતા થઈ ગયા છે કે તેના પિતાને મોરબીના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો કેવી રીતે કેમ કે તે તો હાલમાં હયાત છે જ નહીં  

અગાઉ બીજા જીલ્લામાં આવા બાનવનો અનેક વખત સામે આવી ગયા છે જેમાં મૃત વ્યક્તિને વેક્સિન આપવામાં આવી હોવાના સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા વિદ્યુત નગરમાં રહેતા ઓમદેવસિહ રાજેન્દ્રસિંહ જાડેજાના પરિવાર સાથે પણ આવો જ બનાવ બનેલ છે તેઓના જણાવ્યા પ્રમાણે તેના પિતા રાજેન્દ્રસિંહ મદારસિંહ જાડેજાનું કોરોનાની બીજી વેવ સમયે તા ૨૪ એપ્રિલે અવસાન થયું છે જેને તા ૧૭ સપ્ટેમ્બર  એટલે કે વડાપ્રધાન મોદીના જન્મદિને જે કોરોના વેક્સિન માટે કેમ્પ યોજાયા હતા તેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવે છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તેઓના પિતાનું ૨૪ એપ્રિલે અવસાન થયું છે તો પણ તેને ૧૭ સપ્ટેમ્બરના રોજ કોરોના વેક્સિન આપવામાં આવી કેવી રીતે ?, માત્ર આંકડા બતાવવા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ હાલમાં મૃતકના દીકરાએ કર્યો છે અને જે વ્યક્તિ દુનિયામાં હયાત જ નથી તેને રસીનો બીજો ડોઝ કેવી રીતે આપવામાં આવ્યો છે તે સવાલનો જવાબ તેને મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી પાસે માંગ્યો છે 




Latest News