મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જૂના રફાળેશ્વર રોડેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો: મહિલા સહિત ત્રણ બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીના જૂના રફાળેશ્વર રોડેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો: મહિલા સહિત ત્રણ બુટલેગરની શોધખોળ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે તે ઉપરાંત ચોટીલા વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં અત્યાર સુધી મોરબી જિલ્લામાં દારૂ આવતો હોય તેવું વારંવાર સામે આવી ચૂક્યું છે ત્યારે હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રામાપીરના ઢોરા સામેથી કાર પસાર થઈ હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતા કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૭૦૦ લીટર દારૂ, કાર અને મોબાઈલ તેમજ પાયલોટિંગ કરી રહેલ સ્કૂટર આમ કુલ મળીને ૧,૩૯,૫૦૦ ના મુદ્દામાલને કબજે કર્યો છે અને જે આરોપી પકડાયેલ છે તે જૂનાગઢનો રહેવાસી છે જેથી કરીને જૂનાગઢથી દારૂનો જથ્થો આવ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે અને આ ગુનામાં એક મહિલા સહિત વધુ ત્રણ બુટલેગરોના નામ સામે આવેલ છે જેના પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રામદેવપીરના ઢોરા પાસેથી ઇન્ડિકા વિસ્ટા કાર નંબર જીજે ૧૩ ટી ૭૭૪૫ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૪,૦૦૦ નો દારૂનો જથ્થો, એક મોબાઈલ, કાર તથા પાઇલોટિંગ કરી રહેલ એક્સેસ સ્કૂટર નંબર જીજે ૩૬ એબી ૦૭૫૭ આમ કુલ મળીને ૧,૩૯,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને રફિકભાઈ મહંમદભાઈ ઓઠા જાતે સંધિ (૨૯) રહે જોષીપરા શબરીન સોસાયટી યોગેશ્વર મહાદેવ મંદિરની પાછળ જુનાગઢ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી કારો રબારી રહે. જુનાગઢ, સોનલબેન ઉર્ફે સોનકી અબાસ કટિયા રહે. સોઓરડી મોરબી તથા એક્સેસ સ્કૂટરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ગારિડા ગામ પાસે આવેલ તીરથ હોટલ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં લાલજીભાઈ મોહનભાઈ બાવરીયા જાતે કોળી (૩૪) રહે. મહીકા ગામ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સેરે પંજાબ હોટલમાં નોકરી કરતા ભીખુભાઈ તકમરીયાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News