મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી સાથે જ ભડકો: સત્તાની ખેંચતાણમાં સમાજના ઊભા બે ફાડિયા


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી સાથે જ ભડકો: સત્તાની ખેંચતાણમાં સમાજના ઊભા બે ફાડિયા

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના આજે હોદેદારોની વરણી કરવા માટે ભવાની ચોકમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટની ઓફિસ ખાતે મિટિંગ રાખવામા આવી હતી જેની બ્રહ્મ સમાજની વિવિધ પાંખના હોદેદારોને પણ જાણ કરવામાં આવી હતી જો કે, પરશુમધામ ખાતે બંધારણના નિયમનો ઉલાળ્યો કરીને ધરાર સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી કરીને જે નામ જાહેર કરવામાં આવ્યા છે તે ગેરમાન્ય છે તેવું બ્રહ્મ સમાજના વર્તમાન પ્રમુખ કિશોરભાઇ શુકલએ જણાવ્યુ હતું આમ સત્તા લાલચુઓના લીધે વરણી  સાથે ભડકો થયો છે અને આજે મોરબી બ્રહ્મ સમાજના ઊભા બે ફાડિયા થઈ ગયેલ છે

મોરબી શહેરના લખધીરવાસ પાસે આવેલ ભવાની ચોકમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટની ઓફિસ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના હોદ્દેદારોની બેઠક રાખી હતી અને તેમાં વર્તમાન હોદ્દેદારોની મુદત પૂરી થતી હોય આગામી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેથી કરીને ત્યાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના વર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર હતા તેમજ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા ત્યારે સર્વનુમતે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કારોબારીની બેઠકમાં નિર્ણય કરીને પ્રમુખ પદે પ્રશાંતભાઈ મહેતાની તથા મહામંત્રી પદે કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશીની વરણી કરવામાં આવી છે સાથો સાથ ઉપપ્રમુખ પદે કિશોરભાઈ પંડ્યા, દિનેશભાઈ પંડ્યા, પલાભાઇ રાવલ અને અમિતભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે 

 

વધુમાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ કિશોરભાઈ શુકલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજરોજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો અને કારોબારીના સભ્યોની મોરબીના લખધીરવાસ ચોક પાસે ભવાની ચોકમાં આવેલ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટની ઓફિસ ખાતે બેઠક રાખવામાં આવી હતી અને તેમાં નવી બોડીના હોદ્દેદારોની વરણી કરવા માટેનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું અને ત્યારે આજ રોજ આ બેઠકમાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજન પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ છે 

વધુમાં તેમને જણાવ્યું હતું કે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવે ત્યાર પહેલા મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે તાબડતોબ મીટીંગ બોલાવી હતી જેમા સમસ્ત બ્રહ્મ સમાજના બંધારણનો ઉલાળ્યો કરીને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદાર તરીકે જેના નામ જાહેર કરવામાં આવ્યા છે તે ગેરકાયદે અને ગેરમાન્ય છે કેમ કે જે હોદેદારોની ટર્મ પુરી થતી હોય તે અને કારોબારીના સભ્યો હાજર હોય ત્યારે જે સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે તે બંધારણ મુજબ યોગ્ય કહેવાય છે બાકી કોઇ વરણી માન્ય રહે નહી તે સંસ્થાના બંધારણમાં છે






Latest News