મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસેથી ચોરી કરવાના સાધનો-હથિયાર સાથે ચોર ગેંગ દબોચાઇ


SHARE







મોરબીના ટિંબડી પાટીયા પાસેથી ચોરી કરવાના સાધનો હથિયાર સાથે ચોર ગેંગને દબોચાઇ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે શોપિંગ સેન્ટરની દુકાન નજીક ચોરી કરવાના ઇરાદે ચોરી ગેંગ સાધનો તેમજ છરી સહિતના મુદ્દામાલ સાથે શંકાસ્પદા હાલતમાં મળી આવી હતી જેથી કરીને પોલીસે ચાર શખ્સોને પકડીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે શોપિંગ સેન્ટર નજીકથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો, છરી તથા ચોરીના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ચાર શખ્સોને મોરબી તાલુકો પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેની સામે આઇપીસી કલમ ૪૦૧, ૩૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં જે ચાર શખ્સોને પકડવામાં આવ્યા છે તેમાં હાજી અકબર માણેક મિયાણા જાતે મુસ્લિમ (૨૩) રહે. માળિયા વનાળીયા મોરબી, એજાજ ઉર્ફે ફારુક સલીમ ભટ્ટી મિયાણા જાતે મુસ્લિમ (૨૪) રહે. જુના બસ સ્ટેશન પાછળ દિલ્હી દરબાર હોટલ પાસે મોરબી, ઈદ્રીશ ગુલામભાઈ મોવર મિયાણા જાતે મુસ્લિમ (૧૯) રહે. જોન્સનગર હુસેની ચોક લાતી પ્લોટ શેરી નં-૧૧ મોરબી અને અસલમ કાસમભાઇ કટીયા મીયાણા જાતે મુસ્લીમ (૨૩) રહે. ઈદ મસ્જિદ રોડ આઝાદ લોજ સામે ધોબી શેરીની બાજુમાં મોરબી વાળાનો સમાવેશ થાય છે

વરલી જુગાર

મોરબીના જુના બસ સ્ટેશન પાછળની શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે મોબાઈલ ફોનથી વરલી જુગારના આંકડાની કપાત કરાવતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ, ૩૫૦૦ રોકડા આમ કુલ મળીને ૪૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઓસમાણભાઈ મહમદભાઈ વાઘેર (૫૦) રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી જાવેદભાઈ નેકમામદભાઈ રહે. જોન્સનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News