મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા ફલડ કંટ્રોલ રૂમે ધારાસભ્ય દુર્લભજીભાઇની હાજરી, હળવદમાં વીએચપી, બજરંગદળ, આરએસએસ અને યુવા ગૃપ દ્વારા આશ્રિતોની સેવા


SHARE











ટંકારા ફલડ કંટ્રોલ રૂમે ધારાસભ્ય દુર્લભજીભાઇની હાજરી, હળવદમાં વીએચપી, બજરંગદળ, આરએસએસ અને યુવા ગૃપ દ્વારા આશ્રિતોની સેવા

ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાં અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ મુલાકાત લઈ મીટીંગ યોજી હતી.ટંકારા ખાતે સંગઠનના હોદ્દેદારો મળીને તમામ ગામોની એક-એક કલાકની બેક ટુ બેક માહિતી મેળવીને જરૂરી તમામ કામગીરી કરી હતી. ઉપરાંત તેમના દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય અને અધિકારીઓએ લોકોને બીન જરૂરી ઘરની બહાર ન નિકળવા અપીલ પણ કરી છે.તમામ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહીને વાવાઝોડાને લઇને જનહિત કાજે લાગી ગયા હતા.

વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ દ્વારા સેવા

રાજ્યમાં મંડરાતા બિપરજોય વાવાઝોડાના સંકટ સામે  મોરબી જિલ્લાનાં હળવદમાં આશ્રિતોને આશ્રયસ્થાન આપવામાં આવ્યું છે.ત્યારે આશ્રય મેળવેલા આશ્રિતોને ભોજનની વ્યવસ્થા વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ તરફથી કરવામાં આવી હતી.તેમજ
હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠા વાળા વિસ્તારની મુલાકાત દરમિયાન વવાણીયા, રામબાઈ મંદિર ખાતે એસડીઆરએફના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ ઉપલબ્ધ સાધન સામગ્રી વિશે માહિતી મેળવી હતી. એસડીઆરએફના અધિકારીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સુરક્ષા કામગીરી સાથે હાલ અમે ગામમાં વાવાઝોડા બાબતે ડુઝ અને ડોન્ટઝ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.






Latest News