મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટક પાસેથી બ્રાન્ડેડ દારૂની બોટલ સાથે બે શખ્સો પકડાયા


SHARE







મોરબીના વીસી ફાટક પાસેથી બ્રાન્ડેડ દારૂની બોટલ સાથે બે શખ્સો પકડાયા

મોરબીના વીસી ફાટક પાસેથી નીકળેલા બે ઇસમોને અટકાવીને તેની પાસે રહેલ રેકઝીનના થેલાને ચેક કરવામાં આવતા તેમાંથી પ્રિન્સ ઓફ વિસ્કી સિવાય-૧૨ ની બ્રાન્ડેડ ગણાતી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.જેથી રૂપિયા ૬૪૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં સ્થળ ઉપરથી પોલીસે ગૌતમ પટેલ રહે. જય અંબે સોસાયટી મોરબી અને ચેતન પટેલ રહે. રવાપર રોડ મોરબી વાળાઓની ધરપકડ કરી તેઓ સામે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.જો કે બીન આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ બંને યુવાનો અમદાવાદથી કારમાં મોરબી આવતા હતા જોકે માત્ર દારૂની બોટલ જ કબ્જે લેવામાં આવી છે કારને કબ્જે લેવામાં આવી નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે.

દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ વિસ્તારમાં બૌધ્ધનગરના પાછળ આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાકી મળતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી.જેથી સ્થળ ઉપરથી પોલીસે ગરમ અને ઠંડો આથો તથા તૈયાર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂપિયા ૨૭૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સીરાજ ઉર્ફે જાવલો હુસેન પઠાણ નામનો શખ્સ દારૂની ભઠ્ઠી ચલાવતો હોય તેની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના અવનીપાર્કની સામેના વિસ્તારમાં રહેતા તુષાર અમરશીભાઈ ડાભી નામનો છ વર્ષનો બાળક શનાળા રોડ મોમ્સ હોટલ નજીક હતો ત્યારે ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી.તુષાર ડાભી નામનો બાળક પગપાળા જતો હતો ત્યારે કોઈ બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પહોંચી હતી.જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા હર્ષદભાઇ હરિભાઈ માણેક (૭૫) નામના વૃદ્ધ બાઈક લઈને હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ ખોડીયાર મંડપ પાસેથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજા પામેલા હર્ષદભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News