મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાંચાર આરોપીઓની ધરપકડ  


SHARE







મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ 

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (૫૨) અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (૨૪) ની ઉપર ગત બુધવારે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બનેલ હતો અને મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસહ હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી અગાઉ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું ત્યારે ફારૂકભાઇ ઉપપ્રમુખ બન્યા હતા અને પછી કોંગ્રેસ કેટલાક અસંતુષ્ટ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી હતી અને ૧૨ જેટલા સભ્યોએ ભાજપનાં બહારથી ટેકો મેળવીને મોરબી નગરપાલિકામાં સત્તાની ધૂરા સંભાળી હતી અને ત્યાર પછીની વિકાસ સમિતિએ સત્તા ગુમાવી હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યો હતો આ સમયગાળા દરમ્યાન જ રાજકીય મનદુખના બીજ રોપાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે જો કે, આ બેવડી હત્યાના બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટવાણી (ઉંમર ૫૨)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શ્ખ્સોની સામે તેના પતિ અને દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હાલમાં બી ડિવિઝન પોલીસે એક આરોપીની વડોદરાથી અને ત્રણ આરોપીની મોરબી વીસીપરા વિસ્તારના પાછળના ભાગમાથી ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસે જે આરોપીઓની ધરપકડ કરેલ છે તેની માહિતી આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યુ હતું કે, ફારૂકભાઈ અને તેના દીકરની હત્યા કરવાના ગુનામાં પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડાઅસગર જાકમ ભટ્ટીજૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરલે છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબ્જે લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે મોરબી શહેર અને જિલ્લામાં હત્યાના ગુનામાં આરોપીઓની પોલીસ દ્વારા બનાવની ફરિયાદ નોંધાયા પછી ધરપકડ તો કરી લેવામાં આવે છે જો કે, જીલ્લામાં જે રાજકીય સીનારીઓ બદલઇ રહ્યો છે અને લોહિયાળ રાજકારણ વધી રહ્યું છે તે ક્યાકને કયાક આગામી દિવસોમાં મોરબીના લોકો અને અધિકારીઓએ માટે ચિંતાનો વીશી બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી




Latest News