મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

અનોખો પર્યાવરણ પ્રેમ: મોરબીના નિવૃત આરએફઓએ ૫૦ ગામને હરિયાળા બનાવ્યા


SHARE











અનોખો પર્યાવરણ પ્રેમ: મોરબીના નિવૃત આરએફઓએ ૫૦ ગામને હરિયાળા બનાવ્યા

પર્યાવરણનું રક્ષણ અને જતન દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. આજે ભારત સહિત ગુજરાતમાં અનેક  લોકો પર્યાવરણનું રક્ષણ અને જતન કરી રહ્યા છે. નિવૃતી બાદ જેને સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે ખર્ચી દેનાર વ્યક્તી એટલે નિવૃત રેન્જ ફોરેસ્ટ અધિકારી  વી.ડી.બાલા.

મોરબીનાં ફડસર ગામના વતની વી.ડી.બાલા નિવૃત રેન્જ ફોરેસ્ટર અધિકારી છે તેમજ નવરંગ નેચર ક્લબનાં પ્રમુખ છે. શ્રી વી.ડી. બાલા વર્ષ ૨૦૧૬માં  નિવૃત થયા હતા. નિવૃતી બાદ સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે વાપરી રહ્યા છે. ગામડાઓને હરિયાળા બનાવવા ગામડાઓમાં વિવિધ વૃક્ષોનાં રોપાનુ વિતરણ કરે છે. વી.ડી. બાલાએ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ સુધીમાં દર વર્ષે અલગ અલગ ૫૦ ગામમાં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ કર્યુ છે. આ ઉપરાંત વિવિધ કલમોનું પડતર કિંમતે વિતરણ કરે છે. તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત કરી રહ્યા છે. તેમજ વન્યજીવ પ્રશ્નોતરી પરીક્ષાનું આયોજન કરે છે. આજ સુધીમાં ૩૮૧૦૦ વિદ્યાર્થીઓ જોડાયા છે. મોરબી જિલ્લામાં પર્યાવરણને લગતી કામગીરી ૨૦૧૪ થી ૨૦૨૩ સુધી પોતાનાં ખર્ચે તેમજ લોકભાગીદારીથી કરી રહ્યા છે.

પર્યાવરણને લગતી વિવિધ પ્રવૃતિઓ
 -વન્યજીવ પ્રશ્નોતરી પરીક્ષા (વિનામુલ્યે) (કુલ ૩૮૧૦૦ વિધ્યાર્થીઓ)
- ફળિયા માં લીંબુડી (૫૦૦૦ રોપાઓ નું પડતર કિંમતે વિતરણ)

- દેશી ફળ  ના રોપા જેવા કે જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ, બોરસલી, સરગવો, રાવણા, રાયણ,વડ, પીપળ, ઉમરા, આસોપાલવ, કરંજ, ખાટી આંબલી, મીઠી આંબલી વગેરે નું પડતર કિંમતે વિતરણ (૨૭૫૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)
- આયુર્વેદિક છોડ જેવા કે અરડૂસી, નગોળ, પનફૂટી, પારિજાત, તુલસી, વિક્સ તુલસી, બ્રાહ્મી, વિકળો, ગૂગળ વગેરે રોપાનું વિતરણ.  (૧૨૦૦ રોપાઓનું પડતર કિંમતે વિતરણ)
- આંગણે વાવો શાકભાજી (૨૦ જાત ના બિયારના નાના પેકેટ ૫ રૂ લેખે, ૨૨૫૦૦ પેકેટ નું વિતરણ)
- રામ કી ચિડિયા રામ કા ખેત, ખેડૂતો પોતાના ખેતર ના શેઢે જુવાર અથવા બજારની એક લાઇન વાવે છે, નવરંગ નેચર કલબના પ્રયત્નોથી ૩૦૦૦૦ ખેડૂતોએ આવું વાવેતર કરેલ છે.
- ચકલીઘર, વિચાર અને માળાની ડિઝાઇન ભારતમાં સૌપ્રથમ બાલાએ બનાવી હતી. (૨૦૧૪ થી ૨૦૨૨ સુધી માં ૬૦ હજાર માળા ટોકન દરે વિતરણ)
- વરસાદી પાણી ધરતીમાં ઊતારવું અને તેનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે લોકોમાં જાગૃતી  અભિયાન ચલાવી રહ્યા છે.
- પૉર્ટેબલ પ્લાસ્ટિકના ચબૂતરા (વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે દસ હજાર ચબૂતરાનું વિતરણ, ૧૦ રૂ.લેખે)
- ખરખોડીના રોપા નું રાહત દરે વિતરણ.
-  ૨૦૧૬ થી ૨૦૨૩  સુધીમાં દર વર્ષે અલગ અલગ ૫૦ ગામમાં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ.
- મધ માખી ઉછેર માટે વિવિધ સેમિનારો યોજી લોકોને માર્ગદર્શિત કરી રહ્યા છે.
- બાળકો મજબૂત અને ખડતલ થાય તેવા હેતુ થી શેરી રમતો, ૨૦૧૬ થી દર વર્ષે કુલ ૨૦ ગામો ની સ્કૂલો માં જઇ વિનામુલ્યે છાત્રોને શેરી રમતો રમાડે છે.






Latest News