મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક ચોરીને ભાગેલ શખ્સ જામખંભાળિયાથી પકડાયો


SHARE







મોરબીમાંથી બાઇક ચોરીને ભાગેલ શખ્સ જામખંભાળિયાથી પકડાયો

મોરબીના શનાળા રોડ પાસેથી બાઈકની ચોરી થઈ હતી અને તે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી દરમ્યાનમાં ચોરાઉ બાઇક સાથે આરોપી જામખંભાળિયા ખાતેથી પકડાયો હોય જામખંભાળિયા પોલીસ દ્વારા જાણ કરાતા હાલ મોરબી પોલીસે આરોપીનો કબ્જો સંભાળીને આગળની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ સામે કાયાજી પ્લોટ શેરી નં-૪ માં રહેતા મલયભાઈ સુધીરભાઈ ભગલાણી જાતે બ્રાહ્મણ (૩૮) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનું રૂા.૨૦ હજારની કિંમતનું બાઈક નંબર જીજે ૩ બીઆર ૬૧૧૧ ની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાનમાં ઉપરોક્ત ચોરઉ બાઇક સાથે નીકળેલ દિનેશ ગોવિંદભાઇ ધોરીયા (ઉમર ૨૧) રહે.મેઘવાળવાસ ભગવતી હોલ પાસે જામખંભાળિયા જિલ્લો દ્વારકા વાળો જામખંભાળિયા પોલીસના હાથે ચડી જતા તેની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી અને જામખંભાળિયા પોલીસ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા આરોપી દિનેશ ધોરીયાની વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News