મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરતા નેચરલ ગેસના ભાવમાં ૧.૪૩ રૂપિયાનો ઘાટડો


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરતા નેચરલ ગેસના ભાવમાં ૧.૪૩ રૂપિયાનો ઘાટડો

મોરબીની આસપાસમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં સસ્તો ગેસ સપ્લાય કરવા માટે તેને હાલમાં ગેસ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે જેનો સીધો લાભ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસમાં ૧.૪૩ રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આગામી પહેલી તારીખથી આ ભાવ ઘટાડો લાગુ પાડવાનો છે

મોરબીની આસપાસના વિસ્તારમાં ૮૦૦ જેટલા સિરામિકના કારખાનામાં આવેલા છે જેમાં બનતી સિરામિક પ્રોડક્ટને મોરબીથી દેશના દરેક ખૂણામાં તથા વિદેશ મોકલવામાં આવે છે અને દિવસેને દિવસે સીરામીક ઉદ્યોગમાં પણ ગળાકાપ હરીફાઈ વચ્ચે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે ત્યારે કોઈપણ રીતે સીરામીક પ્રોડક્ટની પડતર કિંમત નીચી લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ સિરામિક પ્રોડક્ટના ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો ઇંધણનો હોય છે અને હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઇંધણ તરીકે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે

જોકે, અગાઉ માત્ર નેચરલ ગેસ એક જ વિકલ્પ હતો જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા વર્ષોથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં પ્રોપેન ગેસના વિકલ્પને શરૂ કરવામાં આવેલ છે જેથી નેચરલ ગેસમાંથી ગ્રાહકો ન તૂટે તે માટે પ્રોપેન ગેસના ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવના ઘટાડાની જાહેરાત કરવામાં આવે છે ગત એપ્રિલ માહિનામાં પાંચ રૂપિયાનો ભાવ ઘટાડો ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવ્યો છે અને હાલમાં ૧.૪૩ રૂપિયા ઘટાડવાની જાહેરાત કરવામાં આવેલ છે જો કે, નવો ભાવ આગામી તા ૧ જૂનથી લાગુ પડશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોપેન ગેસનો વિકલ્પ મોરબીના ઉદ્યોગકારો પાસે હોવાથી વારંવાર ગુજરાત ગેસ કંપની દ્વારા પહેલા ગેસના ભાવનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે 






Latest News