મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રવિવારે રાહતદરે નોટબુક તેમજ સ્ટેસ્નરીનું કરાશે વિતરણ


SHARE







મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રવિવારે રાહતદરે નોટબુક તેમજ સ્ટેસ્નરીનું કરાશે વિતરણ

મોરબીના રવાપર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ફ્રી ટીફીન સેવા દ્વારા ફ્રી માં અશકતો, નિરાધારો તેમજ વૃદ્ધો માટે ફ્રી ટિફિન સેવા ચલાવવામાં આવે છે તેમના દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સહયોગથી આગામી તા.૨૮ ને રવિવારના રાહત દરે નોટબુક-ચોપડા વિતરણ તેમજ સ્ટેશનરીઓનું વિતરણ કરવામાં આવશે.

જેમાં આગામી તા.૨૮ ને રવિવારના રોજ સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજના ૪ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા દરમિયાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૩ માં ડાયમંડ બ્યુટી પાર્લર પાછળના ભાગે રાહત દરે નોટબુક તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે સાથે સાથે કંપાસ, સ્કુલ બેગ, વિગેરેનું પણ વિતરણ કરવામાં આવશે માટે જરૂરિયાતમંદ પરિવારોએ પોતાના બાળકો માટે આ વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૦૮૧ ૦૧૯૫૪ ઉપર આયોજકોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે






Latest News