માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના બેલા પાસે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા યુવાનને ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે શ્રીરામ પેકેજીંગમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો આશુતોષ રમેશભાઈ (૨૩) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો દરમિયાન પંચિંગ મશીનમાં તેનો હાથ આવી ગયો હતો જેથી કરીને યુવાનને હાથમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામ પાસેની શિવમ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો રાજુભાઈ બોસ નામનો ૩૯ વર્ષનો યુવાન હોસ્પિટલ સામેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજા થતા તેને સારવાર માટે શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગરમાં રહેતા નારણભાઈ અણદાભાઈ બાલાસરા નામના ૭૮ વર્ષના વૃદ્ધને મોરબીના માળિયા હાઇવે ઉપર કાવેરી સિરામિક પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા તેઓને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં
મોરબીના ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામે રહેતા મહેકબેન રહીમભાઈ મેઘાણી નામની ૧૭ વર્ષની સગીરા તેના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી પ્રથમ ટંકારા હોસ્પિટલ ખાતે સારવાર લઈને બાદમાં વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News