મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સરકારી રોજકામના એક લાખ પડાવનાર મહેશ ગોપાણી સામે નોંધાયો ઠગાઇનો ગુનો


SHARE











મોરબી જિલ્લામાં આવતા ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના રોજકામની કોપીની જરૂરિયાત હોય તે મેળવવા માટે થઈને તેણે નિયમ મુજબ અરજી કરી હતી જોકે સરકારી કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા આપ્યા પછી તેને આપલે હતુ જેના સમાચાર પ્રસિધ્ધ થયા હતા ત્યાર બાદ હાલમાં વચેટીયા અને વહીવટદારો મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવાનાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને વારસામાં મળેલ જમીન પૈકીની છ વીઘા જમીનનું તેમણે ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વેચાણ કર્યું હોવાથી તેને આ જમીનનો જમીન લેનાર વ્યક્તિને દસ્તાવેજ કરી આપવો હોવાથી તેમને વર્ષો પહેલા સાથણીમાં મળેલ જમીનનું રોજ કામ જોઈતું હતું અને જે ડોક્યુમેન્ટ મેળવવા માટે તેમણે રાબેતા મુજબ નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેમને જે વર્ષો પહેલા જમીન સાથણીમાં મળી હતી તે અંગેની આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું રોજકામ ન હોવાથી તેમને જમીન વેચાણનો દસ્તાવેજ કરવાનો કામ અટકી પડ્યું હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોજકામની કોપી માટે પહેલા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ એક લાખ રૂપિયામાં આ રોજકામની કોપી તેણે પ્રવીણભાઈ પરમારને આપેલ છે જોકે વચેટીયા વ્યક્તિ પાસે મામલતદાર કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન હતું તે ક્યાંથી આવ્યું તે પ્રશ્ન ઉભો થયો હતો જેથી કરીને કલેક્ટર દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે

આ મામલે હાલમાં ટંકારાના મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવી છે કે આરોપીએ પ્રવીણભાઈ પરમાર નામના વ્યક્તિને સરકારી પંચરોજ કામની કોપી ૧.૧૧ લાખ રૂપિયામાં આપી હોવાની માહિતી તેઓને ન્યુઝના માધ્યમથી મળી છે જેને આધારે હાલમાં ઇન્ચાર્જ મામલતદારની ફરિયાદ લઈને ટંકારા પોલીસ દ્વારા આરોપી મહેશ અવચરભાઈ ગોપાણીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે સરકારી કચેરીઓમાં આવા વચેટીયાઓ આજની તારીખે ઘણી બધી જગ્યાએ સક્રિય છે અને ખાસ કરીને જે લોકોને સરકારી કાગળની કામગીરીમાં ઓછી જાણકારી હોય છે અથવા તો અભણ વ્યક્તિઓ હોય છે તેવા લોકોને યેનકેન પ્રકારે સીસામાં ઉતારીને આજની તારીખે પણ વચેટીયાઓ દ્વારા તેઓની પાસેથી લાખો રૂપિયા આવી રીતે પડાવવામાં આવતા હોય છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લાને હચમચાવી દેનાર જે ઘટના ટંકારા તાલુકામાં હાલમાં બહાર આવી છે તેવી ઘટના મોરબી જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં ભવિષ્યમાં સામે ન  આવે તે માટે થઈને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વચેટીયાઓને નાબૂદ કરવા માટે થઈને અસરકારક કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી છે






Latest News