મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૫૫૨  દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવાઈ


SHARE







મોરબી જિલ્લામાં ૧૫૫૨  દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવાઈ

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.  રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિકઆર્થિકશૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી  છે.

સમાજ કલ્યાણ અધિકારી ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગઆર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૫૫૨ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને ૧,૮૦,૮૦,૦૦૦  ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગઆર્થિક રીતે પછાતવર્ગની ૧,૨૯૭ દીકરીઓને ૧,૫૧,૧૬,૦૦૦ અનુ. જાતિ શહેરી વિસ્તારમાં ૮૫ દીકરીઓને  રૂ. ૯,૮૪,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૦ દીકરીઓને  રૂ. ૧૯,૮૦,૦૦૦ ની સહાય આપવામાં આવી છે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના” માં પહેલા ૧૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં ૨,૦૦૦ નો વધારો થતાં હાલ ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૬,૦૦,૦૦૦ ની રાખવામાં આવી છે. અનુ. જાતીની કુટુંબ દીઠ બે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમાં યુવકની વય ૨૧ વર્ષ તથા કન્યાની વય ૧૮ વર્ષ હોવી આવશ્યક છે. અને લગ્નની તારીખથી ૨ વર્ષના સમય ગાળામાં અરજી કરી શકાય છે.






Latest News