ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


SHARE





ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


ટંકારા કોર્ટના જજ રજા ઉપર હોવાથી ટંકારા તાલુકાનાં ગામડામાં થયેલ મારામારીના ગુનામાં પકડેલા આરોપીઓનું પ્રોડક્શન મોરબીની કોર્ટમાં કરવામાં આવ્યું હતું ત્યારે આરોપીઓએ પોલીસે તેને માર માર્યો હોવાની ફરિયાદ કરતા જજે આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા હતા અને ત્યારબાદ વકીલ મારફતે ટંકારા પોલીસે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરીને કોર્ટ ઓફ કોન્ટેમ્પટ કરવામાં આવ્યું હોવાની અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ થયેલ મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીને ટંકારાની કોર્ટમાં જજ રજા ઉપર હોવાથી મોરબીમાં લાલબાગમાં આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે ટંકારા પોલીસ દ્વારા મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીઓને માર મારવામાં આવ્યો હોવા અંગેની આરોપીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી જજ દ્વારા આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ વકીલ જે.પી.પાંચોટિયા દ્વારા ટંકારા પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરવામાં આવ્યું છે અને કોર્ટ ઓફ કન્ટેમ્પટ કરેલ છે તેવી અરજી આપવામાં આવી છે.

વધુમાં વકીલ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા અને જો આરોપીને પકડવાનો હોય તો સીઆરપીસી ૪૧ મુજબ નોટિસ દેવી અને અટકના કારણો રજૂ કર્યા બાદ તેને ધરપકડ કરી શકાય છે જોકે ટંકારા પોલીસે આવું કશું જ કર્યું નથી અને મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આટલું ઓછું હોય જે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને મોરબીની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યા હતા તે ચાર પૈકીનો એક આરોપી સગીર હોવાનું કોર્ટમાં સામે આવતા તેને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં પ્રોડક્શન માટે લઈને આવવામાં આવ્યા હતા તેમાં સગીર છે તેની પણ પોલીસને કેમ જાણ ન હતી ? તે પણ એક તપાસનો વિષય છે.




Latest News