મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ જેલ હવાલે


SHARE







મોરબીમાં પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ જેલ હવાલે

મોરબીમાં બ્યુટીપાર્લર ધારવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને બેભાન હાલતમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો અને મહિલાની ફરિયાદ લઈને વકીલ પુત્ર-જમાઇ સહીત ચાર આરોપીઓને પકડયા હતા જેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઓફિસ ધારવતા એડવોકેટ પુત્ર યશ વિશ્વાસ દેસાઈએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી ત્યારે ત્યાં તેણીને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું જેથી કરીને ભોગ બનેલ પરણીતા બેભાન બની ગઈ હતી ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ભોગ બનેલ મહિલાએ ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (૨૫ ) રહે.ખત્રીવાડ પાસે ઝુલતા પુલ નજીક, યશ વિશ્વાસભાઈ દેસાઈ (૨૦) રહે.ઓમ શાંતિપાર્ક છાત્રાલય રોડ આશાપાર્ક પાસે, અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી જાતે પટેલ(૨૦) રહે ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડ મોરબી અને રવિ દિલીપભાઈ ચૌહાણ જાતે લુહાર (૨૧) રહે.આનંદધામ રેસીડેન્સી ગ્રીનસિટી ફ્લેટ ક્રિષ્ના સાગર તળાવ પાસે બોટાદ હાલ રહે.મોરબી ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે 






Latest News