મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામેથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ


SHARE









મોરબીના પીપળી ગામેથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

થોડા દિવસો પહેલા મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે આવેલ કારખાનામાં મજૂરીકામે ગયેલ સગીરનું ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં તાલુકા પોલીસ દ્વારા આરોપી યુવાનની ધરપકડ કરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામના પરિવારની સગીરવયની દિકરી કામ કરવા માટે પીપળી ગામે કારખાને ગઈ હતી અને ત્યાંથી મહેન્દ્રનગર ગામનો ઈસમ તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અને બાદમાં મોરબી તેમજ વાકાનેરમાં અલગ અલગ જગ્યાએ સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ પરત ઘરે મૂકી ગયો હતો આ મામલે તાલુકા પોલીસ મથકમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.


મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ઘુંટુ ગામે રહેતા પરિવારની ૧૫ વર્ષની દીકરી કામકાજ માટે મોરબીના પીપળી રોડ પર આવેલ કારખાને જતી હોય ત્યાંથી ગત તા.૭-૫ ના રોજ મહેન્દ્રનગર ગામે આનંદ એપાર્ટમેન્ટ પાસ રહેતો અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઈ રૂદાતલા જાતે કોળી (ઉ.વ.૨૨) નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરા સાથે આરોપી કાનાએ અવાર-નવાર વાંકાનેર તેમજ મોરબીમાં પોતાના મિત્રના ઘરે લઇ જઇને સગીરા દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં આરોપી સગીરાને તા.૧૦ ના પરત ઘરે મુકી ગયો હતો.જે મામલે ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ફરિયાદ આધારે હાલમાં અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઈ રૂદાતલાને પકડીને તેના રિમાંડ લેવા આગળની તજવીજ હાથ ધરી છે.

પડી જતા ઈજા

મોરબીના મકનસર ગામે રહેતો વાસુદેવ ગંગારામ રબારી નામનો ૩૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના શનાળા રોડ સરદાર બાગ પાસે બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા હરેશ રાઘવજીભાઈ અઘારા નામના ૪૪ વર્ષીય રવાપર રોડ ઉપર રહેતા યુવાનના બાઈક સાથે અન્ય બાઇક ચાલકે પોતાનું બાઈક અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં હરેશભાઈ અઘારાને ડાબા પગના ભાગે ઈજા થતા તેમને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News