મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે એસટીની લકઝરી બસના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારામાં


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે એસટીની લકઝરી બસના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારામાં

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભલગામ પેટ્રોલિયમ નજીક એસટીની લક્ઝરી બસના ચાલાકીય ઇકોને હડફેટ લીધી હતી જેથી કરીને ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં તે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને હાલમાં ઇકો ગાડીના ચાલકે એસટીની લક્ઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના કુચીયાદળ ખાતે રહેતા રામજીભાઈ ચન્નાભાઈ જાડા જાતે કોળી (૩૨) તેની ઇકો ગાડી નંબર જીજે ૩ એમ ઈ ૨૪૭૭ લઈને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભલગામ પેટ્રોલિયમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની ઇકો ગાડીને એસટીની લક્ઝરી બસ નંબર  જીજે ૧૮ એઝેડ ૯૧૪૬ ના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઇકો ગાડીના ચાલક રામજીભાઈ જાડાને મોઢાના ભાગે ઇજા થવાથી દાંત પડી ગયા હતા અને હોઠમાં પણ ઈજા થઈ હતી તેમજ ગાડીમાં બેઠેલા કરસનભાઈ અને સંજયભાઈ ને પણ નાના મોટી ઈજાઓ થતા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News