મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક યુનિટના ક્વાર્ટરમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક સિરામિક યુનિટના ક્વાર્ટરમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના પાવડીયારી નજીકના સિરામીક યુનીટના કવાર્ટરમાં રહેતા પરિવારની મહિલા સાથે લેબર કવાટરમાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી પાસે સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારની મહિલાની સાથે લેબર કવાર્ટરમાં બળજબરી કરવામાં આવી હતી અને તેણીની ઈચ્છા વિરૂધ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે પંકેશ વાગરૂભાઈ નીનામા જાતે આદિવાસી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.જી. જેઠવા અને રાઇટર ફતેહસિંહ દ્વારા આરોપી પંકેશ વાગરૂભાઈ નીનામા જાતે આદિવાસી (૨૬) મૂળ જાંબુ ખોડન તાલુકા બાજના જિલ્લો રતલામ મધ્યપ્રદેશ હાલ રહે જેતપર રોડ પાવળીયારી પાસે સિરામિક યુનિટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News