મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં કથડતી કાયદો વ્યવસ્થા માટે ગૃહમંત્રીને કરાઇ રજૂઆત 


SHARE











મોરબી શહેર અને જીલ્લામાં કથડતી કાયદો વ્યવસ્થા માટે ગૃહમંત્રીને કરાઇ રજૂઆત 

મોરબી શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે ગુનાખોરી વધી રહી છે ગમે ત્યારે ગમે તેના ઉપર ખૂની હુમલો, હત્યા, મારામારી સહિતના બનાવો બનતા હોય છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દ્વારા રાજ્યના ગૃહમંત્રીને મોરબી શહેર અને જીલ્લામાં કથડતી કાયદો વ્યવસ્થા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મોરબી બિહાર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું હોય તેમ જણાવ્યુ છે

મોરબીમાં હત્યા, ચોરી, બળાત્કાર, લૂંટ, અપહરણ, ખંડણી મારામારી જેવા કેસો રોજ બરોજ બને છે જાણે કે મોરબીમાં પોલીસનો કોઇ ડર ન હોય તેવી પરિસ્થિતિ થય ગઇ છે ત્યારે પોલીસે કડક બનવાની જરૂર છે જો કે, તેવું થતું નથી ત્યારે ગુનેગારોની સામે આકરા પગલાં લેવામાં આવે અને ગુનેગારોને ઝેર કરવામાં આવે તેના માટે કડક કામગીરી કરી પોલીસ પ્રજાને વિશ્વાસ અપાવે કે મોરબીમાં પોલીસ છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે મોરબીમાં સરદાર રોડ ઉપર યુવાનની હત્યા કરવામાં આવી ત્યારે પોલીસ મોરબીમાં નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે જેથી મોરબીમાં કડક અમલદારને મૂકીને કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવામાં ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરીને માંગ કરી છે






Latest News