ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના નેશનલ હાઈવે ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એકને ઇજા


SHARE







વાંકાનેરના નેશનલ હાઈવે ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એકને ઇજા

વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ રેલવે બ્રિજ નીચે રાતે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ડબલ સવારી એક્ટીવા લઈને જતાં બે યુવાનો ટ્રક નીચે આવી જતાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જો કે, એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ રેલ્વે બ્રિજ નજીક એકટીવા નંબર જીજે ૩ એચએન ૩૦૫૪ લઈને બે યુવાન જય રહ્યા હતા ત્યારે ટ્રક નંબર એમએચ ૨૪ એયુ ૬૮૪૩ સાથે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વાંકાનેરની ગેલેક્સી સોસાયટીમાં રહેતા સાબિર મહમદભાઈ શેરસીયાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે,  મહમદઅવેશ ઈદ્રીશભાઈ બાદીને પગમાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી






Latest News