મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ (કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ


SHARE











મોરબીના રામગઢ (કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબી તાલુકાના રામગઢ (કોઇલી) ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પતાપ્રેમીઓ ત્યાંથી મળી આવતા રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ ભૂરા ભીમાણી (૪૯), મહેન્દ્ર આણંદ ભીમાણી (૩૬), અરવિંદ અર્જુન પનારા (૩૩), વિપુલ હરજી પનારા (૩૫) અને પરેશ દેવરાજ રાણીપા જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચ ઈસમોની રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે મોડી રાત્રિના ધરપકડ કરવામાં આવી હતી અને પાંચેયની સામે તાલુકા પોલીસ મથક ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાનુબેન જીવણભાઈ પંચાસરા નામના ૬૩ વર્ષીય આધેડ મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાનુબેન પંચાસરા તેઓની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેઇટ નજીકથી પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ સંદર્ભે હરેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ નવઘણભાઈ છગનભાઈ પીપળીયા નામના યુવાનને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે હાલ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News