મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતની ટીમે કોરોનાની સ્થિતિને જોતાં સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત


SHARE







મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતની ટીમે કોરોનાની સ્થિતિને જોતાં સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

સમગ્ર દેશની અંદર કોરોનાના કેસમાં ફરી પાછો વધારો થઈ રહ્યો છે અને જુદા જુદા જિલ્લા તેમજ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અગમતીના ભાગરૂપે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે અને ઘટતી સુવિધાઓને તાત્કાલિક ઉપલબ્ધ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા તથા મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી અધ્યક્ષ યુસુફભાઈ સેરસિયા દ્વારા મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કઈ પ્રકારની આરોગ્ય લક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે તેની માહિતી મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા પાસેથી મેળવી હતી અને ત્યારે તેઓએ સિવિલ હોસ્પીટલમાં ઓક્સિજન બેડ, સાદા બેડ ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા સહિતની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી પદાધિકારીઓને આપી હતી






Latest News