મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-માળિયા હાઇવે સોખડા પાસે બાઈક ચાલકને કાર ચાલકે હેડફેટે લેતા ઘવાયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબી-માળિયા હાઇવે સોખડા પાસે બાઈક ચાલકને કાર ચાલકે હેડફેટે લેતા ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ નજીક વહાન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક લઈને જતાં યુવાનના બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા સલીમ હુસેનભાઇ કટિયા નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. સમર્પણ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલેથી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી કે સલીમભાઈ કટિયા બાઈક લઈને માળીયા હાઇવે ઉપરથી જતા હતા ત્યારે સોખડા ગામના પાટીયા નજીક તેઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલા તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેતુનબેન ગુલામભાઈ સબીરભાઈ માલાણી નામની ૪૦ વર્ષની મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે જાણ કરવામાં આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્રારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલા ભડીયાદ કાંટા પાસે રહેતા ઝરીનાબેન મોહમ્મદભાઈ માલાણી નામની ૩૦ વર્ષની મહિલાને તેણીના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થયેલી હોય તેણીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કર્યા બાદ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News