મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા પાસે સીરામીક કારખાનામાં મશીનના કન્વેબેલ્ટમાં માથું આવી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રાતાવીરડા પાસે સીરામીક કારખાનામાં મશીનના કન્વેબેલ્ટમાં માથું આવી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના કન્વેબેલ્ટમાં માથું આવી જવાથી ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક રાતાવિરડા ગામ પાસે આવેલ કલર ટાઇલ્સ નામના સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મૂળ એમપીનો રહેવાસી યુવાન આકાશ કિશનભાઇ વાકેલ જાતે ભીલ (૨૦) કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કારખાનામાં મશીનના કન્વેબેલ્ટમાં તેનું માથું આવી જવાના કારણે તેને ગંભીર રીતે ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News