વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બે રેલવે કર્મચારીઑનું કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બે રેલવે કર્મચારીનું કરાયું સન્માન

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિડીયો કોન્ફરન્સ થકી હાજર રહી અમદાવાદ રેલવે ડિવિઝનના મેનેજરની ઓફિસ ખાતે ૧૧ રેલવેના કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી બદલ સન્માન પત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે હળવદના સુખપર અને માળીયાના ખાખરેચી રેલવે કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ડિવિઝનલ રેલવેના મેનેજરની ઓફિસ ખાતે ૧૧ રેલવે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈથી વેસ્ટન રેલવેના જનરલ મેનેજર વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ તકે હળવદના સુખપર પાસે આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેની રેલવે ફાટકના ગેટમેન અને સુખપર ગામના રહેવાસી સમરતભાઈ કરસનભાઈ કરોત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે માળીયા તાલુકાના ખાખરેચી ગામના રેલવે સ્ટેશનમાં ગેટમેન જગદીશભાઈ લક્ષ્મણભાઈને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.




Latest News