મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર પાસે જાહેરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE







મોરબીના ઇન્દિરાનગર પાસે જાહેરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં સનવર્લ્ડ સીરામીકની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૩૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં સનવર્લ્ડ સિરામિકની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે બનુભાઈ વાલજીભાઈ વિઠલાપરા, સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા, કાનજીભાઈ અમરશીભાઈ દેથરીયા, અજયભાઈ વિક્રમભાઈ માનેવાડીયા, હર્ષદભાઈ મનસુખભાઈ માનેવાડીયા અને સુભાષભાઈ ગોવિંદભાઈ ઝિંઝવાડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૫૩૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સી સામેથી પસાર થઈ રહેલા સબળ સવારી બાઇકને રોકીને પોલીસે બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા જીજે ૩૬ ઇ ૨૫૩૩ નંબરનું બાઇક જેની કિંમત ૫૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૫૦૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે હાર્દિકભાઈ પ્રભુભાઈ ગજરા જાતે ભાનુશાળી (૨૦) રહે. વજેપર શેરી નં-૧૧ મોરબી અને સમીરભાઈ ગુલામહુસેન સુમરા જાતે સંધિ (૨૨) રહે. વજેપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે બંને પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ધીરેન દિનેશભાઈ ચાવડા રહે. વજેપર શેરી નં-૧૧ વાળા પાસેથી લઈને આવ્યા હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News