મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં એડવોકેટને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી મહિલાની ધરપકડ


SHARE











મોરબીમાં એડવોકેટને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી મહિલાની ધરપકડ

મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ બોમ્બે મોબાઈલ નામની દુકાન પાસે એડવોકેટને “તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે” તેમ કહીને મહિલાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી એડવોકેટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે તપાસનીશ અધિકારી દ્વારા મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

મોરબીના શહેરના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ અંજની એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૫૦૪ માં રહેતા એડવોકેટ રજાકમીયા અબ્બાસમિયા બુખારી જાતે સૈયદ (૪૬) એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેશમાબેન ગીરીશભાઈ વિડજા સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ બોમ્બે મોબાઈલ નામની દુકાન પાસેથી તે ઊભા હતા ત્યારે મહિલાએ ત્યાં આવીને “તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ભૂંડા બોલી ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને પીઠના ભાગે હાથના પંજા અને નખ વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ઝાપટ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી એડવોકેટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં મહિલા આરોપી રેશમાબેન ગીરીશભાઈ વિડજા (૩૩) રહે. ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળીની ધરપકડ કરેલ છે






Latest News