મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી) નજીકથી ૨૦૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો


SHARE



















માળીયા(મી) નજીકથી ૨૦૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

માળીયા(મી) દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ નજીક કચ્છથી માળીયા તરફ આવતા રોડ ઉયપર કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાથી રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં રહેતો એક શખ્સ ૨૦૪ બોટલ દારૂ સાથે પકડાયો હતો જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રાજકોટના બબલુનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે


માળીયા(મી)ના પીએસઆઇ એન.એચ.ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે માળીયા નજીક દેવ સોલ્ટ સામે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપરથી મહીન્દ્રા વેરીટો કાર જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી દારૂની ૨૦૪ બોટલ સાથે રાજકોટ જંગલેશ્વરમાં રહેતો મનોજભાઇ જેસીંગભાઇ બાવળફાડ (૨૭) મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૬૫૦૦ નો દારૂ અને એક લાખની કાર મળીને ૧૭૬૫૦૦ ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ધર્મેશભાઇ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા રહે. જંગલેશ્વર, નિલકંઠ પાર્ક પાછળ, ગાંધી સોસાયટી રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.










Latest News