મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સનો વેપાર કરતાં યુવાને આપેલ ચેક રિટર્ન થતા તેના ભાઇને બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







મોરબીમાં ટાઇલ્સનો વેપાર કરતાં યુવાને આપેલ ચેક રિટર્ન થતા તેના ભાઇને બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીમાં ટાઇલ્સનો વેપાર કરતા યુવાને રૂપિયાની લેતી દેતી બાબતે ચેક આપ્યો હતો તે ચેક રિટર્ન થતા તેનો ખાર રાખીને બે શખ્સો દ્વારા વેપારી યુવાનના ભાઈને લાલપર નજીક ગોડાઉન પાસે રોકીને ત્યાં ગાળો આપીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ચેક રિટર્નના રૂપિયા આપી દેવાનું કહીને જો રૂપિયા નહીં આપે તો જીવતો છોડવો નથી તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સોમનાથ પાર્ક માં આવેલ રામ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 403 માં રહેતા સચિનભાઈ ચંદુલાલ સુરાણી જાતે પટેલ (ઉંમર વર્ષ 29) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કેતનભાઇ મનસુખભાઈ કાલરીયા (31) રહે. લીલાપર કેનાલ રોડ તુલસીશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 અને હાર્દિક ઉર્ફે દેવો જીવરાજભાઈ મોરી જાતે રબારી (25) રહે રબારીવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના ભાઈએ ટાઇલ્સના વેપારના રૂપિયાની લેતીદેતી બાબતે કેતનભાઇ અને હાર્દિકભાઈ ને ચેક લખી આપ્યો હતો જે ચેક રિટર્ન થતા તે બાબતનો ખાર રાખીને બંને શખ્સોએ ફરિયાદી સચિનભાઈ સુરાણીને લાલ પર પાસે આવેલ ગોડાઉન નજીક ચેક રીટર્ન ના રૂપિયા આપી દેવાનું કહીને જો રૂપિયા નહીં આપે તો જીવતો છોડવો નથી તેવી ધમકી આપી હતી ને ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને જીગ્નેશભાઈ જયંતીભાઈ વિરસોડીયા જાતે પટેલ (ઉંમર વર્ષ 36) રહે નસીતપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે.






Latest News