મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ


SHARE







મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંચારી રોગચાળા અટકાયતી, PC-PNDT એડવાઈઝરી કમિટી, મેલેરિયા સંકલન સમિતિ, તમાકુ નિષેધ અને સ્વચ્છતા તથા DGRC, PM-JAY સમીક્ષા વગેરેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટર જી.ટી.પંડ્યાએ આરોગ્ય વિભાગ પાસે રહેલા દવાના સ્ટોક, ક્લોરિન પાવડર-ટેબલેટ વગેરેનો જથ્થો, કોવીડની પરિસ્થિતિ અને ઑક્સિજન પ્લાન્ટની સ્થિતિ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે બસ સ્ટેન્ડ પર કે બસ અથવા અન્ય કોઈ પણ જાહેર જગ્યાએ કોઈ વ્યક્તિ ગંદકી કરે કે ધૂમ્રપાન કરે તો તેને તાત્કાલિક દંડ કરવા સૂચના આપી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ શું શું આયોજન કરવામાં આવ્યું છે, મેલેરિયા અન્વયે નિયમિત કેટલા સર્વે કરવામાં આવે છે તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવે, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.શ્રી સરડવા સહિત આરોગ્ય વિભાગ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News