મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતા આરીફ મિર માટે એક લાખનું ઇનામઃ ચાર આરોપી ટોપ વોન્ટેડ


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે મુમદાઢીની ગાડી ઉપર ફાયરીંગ કરીને તેની હત્યા કરાઇ હતી જે ગુનામાં આરીફ મિર સહિત નાસતા ફરતા ત્રણ આરોપી માટે ઇનામ જાહેર કર્યુ છે તેની સાથે ટંકારાના ગુનામાં પકડાવાના બાકી એક આરોપી માટે ઇનામ જાહેર કરવામાં આવ્યુ છે

મોરબીના શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેન દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરીફ મિર સહિત 3 આરોપીઓ નાસ્તા ફરે છે જેથી કરીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આગાઉ આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ગુજસીટોકનો ઉમેરો કરવામા આવેલ હતો આ કેસની તપાસમાં કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમાથી પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. જો કે, આ ગુનામાં આરોપી આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, મકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી રહે. વજેપર વાડાને પકડવા માટે તજવીજ ચાલુ છે જો કે, અગાઉ આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીને કોર્ટમાં હાજર રહેવા માટે ગુજસીટોકે ફરમાન કર્યુ હતુ તો પણ તે હાજર થયેલ નથી ત્યારે આ ત્રણ સહિતા કુલ ચાર આરોપીને ટોપ વોન્ટેડ જાહેર કરેલ છે જેમા આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર માટે એક લાખનું ઇનામ જાહેર કરાયુ છે તો મકસુદભાઇ ગફુરભાઇ સમા માટે 40000 અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી માટે 30000 નું ઇનામ જાહેર કર્યુ છે તેમજ ટંકારાના આઇપીસી 395 ના ગુનામાં પકડવાના બાકી કમલેશ ડુટીયા ભીલ માટે 20000 રૂપિયાનું ઇનામ મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જાહેર કરવામાં આવેલ છે

 






Latest News