મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ શહેર અને તાલુકામાંથી બે ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનારા બે શખ્સોની ધરપકડ


SHARE







હળવદ શહેર અને તાલુકામાંથી બે ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનારા બે શખ્સોની ધરપકડ

હળવદ શહેર અને તાલુકામાંથી છેલ્લા દિવસોમાં જુદા જુદા બે સ્થળ ઉપરથી બે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ બંને ટ્રોલી તથા એક ટ્રેક્ટર સહિત 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના શિવપાર્ક વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરવામાં આવી હતી તેવી જ રીતે હળવદ તાલુકાના સૂર્યનગર ગામે રહેણાંક મકાન પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને જુદા જુદા બે વ્યક્તિઓ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટ્રોલીની ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીના બનાવનો ભેદ ઉકેલવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી દરમિયાન હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ કામ કરી રહી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના કે.એમ. સોલગામાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના મેરૂપર ગામેથી ચોરી કરવામાં આવેલ બંને ટ્રોલીઓ મળી આવતા પોલીસે ચોરાઉ બંને ટ્રેક્ટર ટ્રોલી તથા એક ટ્રેક્ટર સહિત 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં જીગ્નેશભાઈ ભરતભાઈ ખેર જાતે કારડીયા રાજપુત 23 રહે મેરૂપર હળવદ અને સચિનભાઈ બાબુભાઈ મેઘાણી જાતે કોળી 19 રહે માનસર તાલુકો હળવદ વાળા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News