મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

હળવદ નજીક આવેલ કંસારી હનુમાન મંદિર પાસેથી પસાર થતી કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને કેનાલના સાઇફનમાં ફસાઇ જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું અને મૃતક યુવાનના ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે ગત તારીખ 19/2 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં હળવદ પાસે આવેલ કંસારી હનુમાન મંદિર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની શોધખોળ તરવૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 9:00 વાગ્યાના અરસામાં કંસારી હનુમાન મંદિર પાસે કેનાલના સાઈફોનમાંથી યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ઇલિયાસભાઈ અબ્બાસભાઈ અગરિયા જાતે ઘાંચી રહે. નવનિર્માણ સ્કૂલ પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News