ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા મીંયાણા : ખીરઈથી વાધરવા જવાના રસ્તે 12 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







માળીયા મીંયાણા : ખીરઈથી વાધરવા જવાના રસ્તે 12 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામથી વાધરવા તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારીમાં પસાર થતા બાઈકને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ઉપર જઈ રહેલા બંને શખ્સો પાસેથી દારૂની બાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે 6000 રૂપિયાની કિંમતનો દારૂ અને બાઇક મળીને 31 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં ખીરઈ ગામથી વાધરવા ગામ તરફ જવાનો રસ્તા ઉપર થી ડબલ સવારી બાઈક નં જીજે 36 ડી 8925 પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેને પોલીસે રોકીને બાઈક ઉપર જઈ રહેલા બંને શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તે બંને શખ્સો પાસેથી દારૂની બાર બોટલો મળી આવી હોય પોલીસે 6000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ 25,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 31 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબ્જે કર્યો છે અને કલ્પેશભાઇ જયરામભાઈ ઉડેચા 27 રહે હાલ લાંબી ડેરી ઢોરા ઉપર ભવાની નગર હળવદ તથા જયદીપ ઉર્ફે જયદેવ ભુપતભાઈ ડાભી 26 રહે મયુર નગર હળવદ વાળા ની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બાર બોટલો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News