મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, 10,710 નો મુદ્દામાલ જપ્ત


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, 10,710 નો મુદ્દામાલ જપ્ત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પૂજારા ટેલિકોમની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ચાર શખ્સો સ્થળ ઉપર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,710 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પૂજારા ટેલીકોમની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર હીરાભાઈ બચુભાઈ ધામેચા (34), મુન્નાભાઈ ભુપતભાઈ કોરિયા (40), અફઝલભાઈ ઇદ્રીશભાઇ શેખ (22) અને રાજેશભાઈ જીવણભાઈ પુરલીયા (42) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 10,710 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મીલ પાસેથી બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે રૂપિયા 520 ની કિંમતની દારૂની બોટલ તથા એક્ટીવા જેની કિંમત 20,000 રૂપિયા આમ કુલ મળીને 20,520 ની કિંમતના મુદ્દા માલને કબજે કરેલ છે અને રફીકભાઈ રજાકભાઈ માજોઠી જાતે મુસલમાન (ઉંમર વર્ષ 25) રહે પંચાસર રોડ જનક નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News