મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાંથી દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો: ૧.૦૩ લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબીના વજેપરમાંથી દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો: ૧.૦૩ લાખનો મુદામાલ કબજે

મોરબીના વજેપર વિસ્તાર શેરી નં-૨૪ માં પોલીસે સીએનજી રીક્ષાને ચેક કરી હતી ત્યારે તેમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને ૧.૦૩ લાખ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને મહિલ સહિત બે સામે ગુનો નોંધીને તેને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તાર શેરી નં-૨૪ ના નાકા પાસે રહેતા મનિષાબેન સુરેશભાઈ થરેસાના રહેણાંક મકાન પાસે સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીકયું ૫૨૧૦ ઉભી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૧૫૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૦૩ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી સંજયભાઈ મધુકાન્તભાઈ મદાણી જાતે સોની (૫૦) રહે. ભાવનગર રોડ રણછોડનગર શેરી નં-૮ ક્રિષ્ના ડેરીની પાછળ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે સાજીદ ઉર્ફે ઇમરાન દોસમામદભાઈ જામ રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી તેમજ મનીષાબેન સુરેશભાઈ થરેસા લેવાના હોય તેના નામ સામે આવતા તેની સામે પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News