મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર પાસે બાઇક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોત


SHARE









વાંકાનેરના જોધપર પાસે બાઇક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોત

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતો યુવાન તેના પત્નીને ઈલેક્ટ્રીક બાઈકમાં બેસાડીને રાજાવડલા ગામે સામાજિક કામે ગયો હતો અને અને ત્યાથી પરત આવતો હતો ત્યારે તેના બાઇક આડે કૂતરું આવતા કુતરા સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈકમાં બેઠેલ યુવાનની પત્ની નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને બાઈક ચાલક યુવાનને પણ પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના ભત્રીજાની ફરિયાદ લઈને બાઇક ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ઈકબાલહુસેન અહમદભાઈ શેરસીયા જાતે મોમીન (૪૨) એ હાલમાં તેના કાકા માહમદહુશેન અમીભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેના કાકા માહમદહુશેન શેરસીયા તેના પત્ની ગુલશનબેનને ઈલેક્ટ્રીક બાઈકમાં પાછળના ભાગે બેસાડીને વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે સામાજિક કામે ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે બાઈક આડે કૂતરું ઉતરતા કુતરા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ ગુલશનબેન રોડ ઉપર નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને વધુ પડતું લોહી નીકળી જવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ચાલક માહમદહુશેન શેરસીયાને પગમાં ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં બાઇક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News