મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી) ન્યુ નવલખી પાસે ટ્રકમાં ટાયર બદલાવતા સમયે લોક છટકીને વાગતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







માળીયા (મી) ન્યુ નવલખી પાસે ટ્રકમાં ટાયર બદલાવતા સમયે લોક છટકીને વાગતા ઇજા પામેલ યુવાનનું મોત

માળીયા મીયાણામાં ન્યુ નવલખી પાસે રહેતો યુવાન પોતાના હવાલા વાળા ટ્રકમાં પાછળના જોટામાં ટાયર બદલાવતો હતો ત્યારે ટાયરની વ્હીલ પ્લેટનો લોક છટકીને તે યુવાનને વાગ્યો હતો જેથી કરીને યુવાનને ગંભીર ઈજા થઈ હતી માટે તેને માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રાચી જિલ્લાના જારી ગામનો રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ન્યુ નવલખી ખાતે રહેતો અને ડ્રાઇવિંગનું કામ કરતો જમશેદભાઈ રજાકભાઈ અન્સારી જાતે મુસ્લિમ (૩૪) નામનો યુવાન તેના હવાલા વાળા ટ્રકમાં ડ્રાઇવર સાઈડના છેલ્લા જોટામાં ટાયર બદલાવતો હતો દરમિયાન ટાયરની વ્હીલ પ્લેટનો લોક છટકીને તેને શરીરે વાગ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થવાથી તેને ભરતભાઈ સવજીભાઈ ડાંગર જાતે આહિર (૩૨) રહે. મોટા દહીસરા ગામ વાળા માળીયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News