મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ થયેલ બાળક ભચાઉથી હેમખેમ મળ્યો: ચોકાવનારો ખુલાસો


SHARE





મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ થયેલ બાળક ભચાઉથી હેમખેમ મળ્યો: ચોકાવનારો ખુલાસો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સર્કસનો ખેલ કરવા માટે સગીર બાળક તેની કૌટુંબિક ભાભી સાથે આવ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ભોગ બનેલ બાળકની બહેન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ બાળક ભચાઉ ખાતેથી મળી આવ્યો છે અને બાળકનું કોઈએ અપહરણ કર્યું ન હતું પરંતુ તે ભચાઉની બસમાં બેસીને ત્યાં ચાલ્યો ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છતીસગઢના બિલાસપુર જિલ્લાના પછપેડી ગામની રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર સીએનજી પમ્પની બાજુમાં ઝૂંપડામાં રહેતી કરણ રામકુમાર રામખેલાવન જાતે નટ બજાનીયા (૧૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી કે તેનો નાનો ભાઈ ધર્મેન્દ્ર (ઉંમર ૧૩.૭) મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશન પાસે તેની કૌટુંબિક ભાભી ધનબાઈ સાથે રસ્સી અને ઢોલક સાથે સર્કસના ખેલ કરવા માટે થઈને ગયો હતો અને બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈએ તેનું અપહરણ કર્યું હતુ જેથી કરીને ભોગ બનેલ બાળકની બહેન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બનાવની ગંભીરતાને સમજીને તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી સગીર બાળકને શોધવા માટે અને અપહરણ કરનારને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ હતી અને મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ આ બાળકને શોધવા માટેની તપાસ ચાલી રહી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ દીપક ઢોલ અને તેની ટીમને મળેલ બાતમી આધારે ભચાઉ ચાર રસ્તા પાસેથી ધર્મેન્દ્ર હેમખેમ મળી આવ્યો છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે તેનું કોઈએ અપહરણ કર્યું ન હતું પરંતુ તે મોરબીના જુના બસ સ્ટેન્ડ થી ભચાઉની બસમાં બેસી ગયો હતો અને ભચાઉ સુધી પહોંચી ગયો હતો હાલમાં પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News